‘તેરે ઈશ્ક મેં નાચેગે’ ગીત પર ઘોડાએ જાનૈયાઓને નચાવી દીધા! લગ્નમાં ઘોડો ગાંડો થઈને એવો આતંક મચાવ્યો કે તમે જોતા જ રહી જશો…..
સોશિયલ મીડિયા વિશે જો હાલના સમયમાં વાત કરવામાં આવે તો અહી ઇનસ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટરના માધ્યમથી રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જે અમુક વખત મનોરંજીત કરી દેતા હોય છે તો અમુક વખત ભાવુક કરી જતા હોય છે, એવામાં હાલ ઇનસ્ટાગ્રામ પર thegujjurocks ના ઓફિશ્યલ પેજ દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જે લોકોને ખુબ પસંદ આવ્યો હતો.
મિત્રો આમ તો આપણે જાણીએ જ છીએ કે લોકો લગ્નમાં રોપ કરવા માટે ઘોડા અને હાથી જેવા પ્રાણીઓને લગ્નમાં શામેલ કરતા હોય છે, પણ આવા રોપ કરવામાં જ તે ક્યારેક મોટી દુર્ઘટના ઘટી જતી હોય છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં પણ એવું જ કઈક થાય છે જેમાં ઘોડો ગાંડો થતા અફરાતફરી મચાવી દે છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વરઘોડો છે જેમાં ડીજેના તાલ પર લોકો ખુબ ડાંસ કરી રહ્યા છે, એવામાં ડીજેમાં ‘તેરે ઈશ્કમેં નાચેગે’ ગીત વાગી રહ્યું હોય છે ત્યારે આ જાનૈયાઓ ઝૂમી ઉઠે છે. એવામાં વધુ પડતા રાડું અને દેકારા થતા આ વરઘોડામાં રહેલો ઘોડા અચાનક જ પોતાનો હોશ ગુમાવી બેઠે છે અને ડાંસ કરી રહેલા જાનૈયાઓ વચ્ચે જઈને ઉચ્છલ કુળ કરવા લાગે છે આથી લગ્નમાં ભારે અફરાતફરી મચી જાય છે.
View this post on Instagram
આ વિડીયો હાલ ઇનસ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે એટલું જ નહી આ વિડીયો લોકોને એટલો બધો પસંદ આવ્યો છે કે આ વિડીયોને લાખો લોકોએ જોઈ લીધો છે અને અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જેમાં એક યુઝર જણાવે છે કે ‘મૂંગા પ્રાણી સાથે આવું કરશો તો આવું તો થવાનું જ હતું’ જયારે બીજો એક યુઝર ફની અંદાજમાં કમેન્ટમાં લખે છે કે ‘ઘોડો બેકાબુ થયો ઈ વાંધો નહી પણ આ સફેદ કપડા વાળા ભાઈને શું થયું?’ આવી અનેક ફની કમેન્ટ સોશિયલ મીડિયા યુઝરો કરી રહ્યા છે.