સાપ ઉંદરના બચ્ચાને લઇ જઈ રહ્યો હતો ત્યાં માતા યોદ્ધા બનીને આવી અને પોતાના બચ્ચાને બચાવી લીધું…જુઓ આ અદભુત વિડીયો
મિત્રો આપણે ઘણી એવી ફિલ્મો અને ઘણી બધી એવી ઘટનાઓ પણ જોઈ હશે જેમાં એક માતા યોદ્ધા બની જાય છે અને પોતાના પરિવાર અને સંતાનોનું રક્ષણ કરતી હોય છે. આ વાત ફક્ત મનુષ્યો માટે જ નહી પણ પશુ પક્ષી અને નાના જીવજંતુઓ માટે પણ લાગુ પડે છે. એક માતા પોતાના સંતાનોને આગળ વધારવા માટે ક્યારેક તનતોડ મેહનત કરતી હોય છે તો ક્યારેક સંતાનો માટે થઈને આખી દુનિયા સામે લડી જતી હોય છે.
એવામાં સોશિયલ મીડિયા પર હાલ આવો જ એક અદ્ભુત વિડીયો સામે આવ્યો છે જેને જોયા પછી લોકો પણ વાહ વાહ કરી ગયા હતા. આવા અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ રહે છે. સોશિયલ મીડિયા પર અમુક વખત પ્રાણીઓની તો અમુક વખત નાના જીવજંતુના વિડીયો વાયરલ થતા હોય છે જે લોકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે.
વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક સાપ ઉંદરના બચ્ચાને મોઢામાં નાખીને લઇ જઈ રહ્યો હોય છે, એવામાં આ ઉંદરના બચ્ચાની માતા આવીને આ સાપ સાથે યોદ્ધાની જેમ વગર કોઈ ડરે લડી લે છે અને પોતાના બચ્ચાને છોડાવી લે છે. આપણે જાણીએ જ છીએ કે જ્યારે પણ ઉંદર અને સાપ આમને સામને આવે ત્યારે સાપ ઉંદરનો શિકાર જ કરી લેતો હોય છે.
Incredible! A mouse fights a snake to save its baby… pic.twitter.com/AJ0xrPrpzG
— Dr. Ajayita (@DoctorAjayita) July 21, 2022
પણ આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં કઈક અલગ જ દ્રશ્ય સર્જાય છે જેમાં આ ઉંદર સાપને ભગાડી મુકે છે. આ વિડીયો જોઇને સોશિયલ મીડિયા યુઝરો પણ દંગ જ રહી ગયા હતા. હાલ આ વિડીયો ટ્વીટર પર ખુબ જ જોરોશોરોથી વાયરલ થઈ રહ્યો છે, એટલું જ નહી યુઝરો આ વિડીયોના કમેન્ટમાં અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે જેમાં એક યુઝર એવી કમેન્ટ કરે છે કે ‘દુનિયામાં માતાથી મોટો યોદ્ધા કોઈ હોતો નથી’ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.