બાવાના બેય બગડ્યા! પાણીમાં ખાબકેલા ટ્રકને બહાર કાઢવા ક્રેન આવી પણ એવું થયું કે જોઇને તમે પણ કેશો કે ‘આ શું થયું?

મિત્રો જો વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર વિડીયોની ભરમાર હોય છે, રોજબરોજના અનેક એવા અનોખા વિડીયો સામે આવતા હોય છે જેને જોયા પછી આપણે પણ આશ્ચર્યમાં મુકાય જતા હોઈએ છીએ. એવામાં હાલ આવો જ એક વિડીયો અમે લઈને આવ્યા છીએ જેમાં એવું થાય છે કે જોઇને તમે પણ આશ્ચર્યમાં મુકશો અને કેહશો કે આ કેવી રીતે થયું?

આ પેહલો એવો વિડીયો નથી આની પેહલા પણ આવા અનેક વિડીયો વાયરલ થઈ ચુકેલા છે જેમાં કોઈ અકસ્માતને લગતી ઘટના કે બીજી કોઈ સબંધિત ઘટના હોય છે. પણ આ વિદીયોમાં તો કઈક અલગ જ થાય છે. વિડીયોમાં એક ક્રેનને ટ્રકને પાણીની બહાર કાઢવા માટે લાવવામાં આવે છે પણ ક્રેન પણ પાણીમાં ખાબકે છે.

વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે પાણીમાં ખાબકેલા એક ટ્રકને બહાર કાઢવા માટે બે ક્રેનોને મંગાવામાં આવે છે, એવામાં આ ટ્રકને બંને ક્રેનની મદદથી ઉપર લાવવામાં કોશિશ કરવામાં આવે છે પણ ત્યાં એક ક્રેનની ટ્રક પરથી પકડ છુટે છે જે પછી જે ક્રેન સાથે ટ્રક જોડાયેલો છે તે ક્રેન ટ્રકનો ભાર ઉચકી શકતી નથી આથી તે ક્રેન પણ પાણીમાં ખાબકે છે.

 

View this post on Instagram

 

A post shared by Gidda company (@gieddee)

ક્રેન પાણીમાં ખાબકતાની સાથે જ ત્યાં ઉભેલા બે ત્રણ લોકો પાણીમાં કુદે છે અને ક્રેન ચાલકને બચાવ માટે જાય છે. આ વિડીયો હાલ ઇનસ્ટાગ્રામ પર GIEDDE નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા યુઝરો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો પર હાલ ત્રણ હજારથી પણ વધારે લાઈક આવી છે. આ વિડીયો કયાનો છે તેતો હાલ સામે આવ્યું નથી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *