દિલ તો બચ્ચા હૈ! કેરમ રમતા રમતા આધેડ વયના બે વ્યક્તિઓ અચાનક જ મસ્તીએ ચડ્યા, વિડીયો જોઈ તમે પેટ પકડી હસી પડશો….

સોશિયલ મીડિયા એવું માધ્યમ બની ગયું છે જ્યાં રોજબરોજના અનેક વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોઇને આપણે પણ ખુબ મનોરંજીત થતા હોઈએ છીએ. એવામાં હાલ એક વિડીયો સામે આવ્યો છે જેને જોયા પછી તમારું પણ દિલ ખુશ થઈ જશે. આ વિડીયોમાં બે વડીલ વયના વ્યક્તિઓ કેરમ રમી રહ્યા હોય છે ત્યાં બંને વચ્ચે અચાનક જ વિવાદ થાય છે અને પછી બંને મસ્તીમાં લડવા લાગે છે.

આ બંને વ્યક્તિઓ ભલે વડીલ હોય પણ તેઓને હજી તેઓનું બાળપણ ભૂલાયું નથી અને ભૂલાય પણ કેમ કારણ કે બાળપણમાં જે મજા કરી હોય છે તે આપણને જીવનભર યાદ રહી જતી હોય છે. આપણે ઉમર અને શરીરમાં ભલે મોટા થઈ જતા હોઈએ પણ મનમાં તો હજી નાનપણની જ યાદો આવતી હોય છે એટલું જ નહી ક્યારેક બાળકો જેવી હરકત પણ કરી બેઠતા હોઈએ છીએ.

વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે બે આધેડ વયની ઉમરમાં વ્યક્તો કેરમ રમી રહ્યા છે, એવામાં અચાનક જ બંને વચ્ચે લડાઈ થઈ જાય છે જે અને તેમાંથી એક વ્યક્તિ ગુસ્સો આવી જાય છે આથી તે કેરેમ બોર્ડ પર રહેલી કુકરીઓને વેર વિખેર કરી નાખે છે. આ જોઇને સૌ કોઈને પોતાના બાળપણની યાદ આવી ગઈ હતી. આ લડાઈ કોઈ ગંભીર લડાઈ નથી પણ ફક્ત મજાક મસ્તીમાં કરવામાં આવેલ લડાઈ છે.

આવું જ્યારે આપણે નાનપણમાં અનેક વખત થાય છે, નાના હોઈએ ત્યારે તો ગુસ્સો પણ ઘડીકમાં આવતો હોય છે આથી કેરમની કુકરી વેર વિખેર કરી નાખતા હોઈએ છીએ. આ વિડીયો જોઇને સોશિયલ મીડિયા યુઝરો પણ હસી પડ્યા હતા એટલું જ નહી અમુક યુઝરો તો ખુબ ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વિડીયો ટ્વીટરના માધ્યમથી શેર કરવામાં આવ્યો હતો જે લોકોને પણ ખુબ જ પસંદ આવ્યો હતો આથી યુઝરો વારંવાર આ વિડીયો જોઈ રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *