પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઝીરો પર આઉટ થયને આ ત્રણ રેકોર્ડ બનાવ્યા! જાણો ક્યા ક્યા રેકોડ બનાવ્યા?

ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર બેટથી નિષ્ફળ રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં પણ તેનું ખરાબ ફોર્મ ચાલુ રહ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 16ના સ્કોર પર રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત 13 રન બનાવીને અલઝારી જોસેફનો શિકાર બન્યો હતો. આ પછી બેટિંગ કરવા મેદાનમાં આવેલ વિરાટ કોહલી માત્ર 2 બોલ રમીને શૂન્ય રને આઉટ થયો હતો.

વેસ્ટ ઈન્ડિઝ સામે શૂન્ય પર આઉટ થયા બાદ વિરાટ કોહલીએ 3 અનિચ્છનીય રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. તમને જણાવી દઈએ કે વિરાટ 260 વનડેમાં 15મી વખત શૂન્ય પર આઉટ થયો છે. આ સાથે, તે ODI ફોર્મેટમાં સૌથી વધુ વખત આઉટ થનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો. તેઓ સચિન તેંડુલકર (20), યુવરાજ સિંહ (18) અને સૌરવ ગાંગુલી (16)થી આગળ છે.

2015 પછી આ પહેલો પ્રસંગ છે, જ્યારે વિરાટ કોહલી વનડે શ્રેણીમાં 50 રન પણ બનાવી શક્યો ન હતો. અગાઉ વર્ષ 2015માં કોહલી બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં 49 રન જોડવામાં સફળ રહ્યો હતો. ત્યારપછી તેના બેટમાંથી 1, 23 અને 25 રનની ઇનિંગ્સ આવી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામેની આ શ્રેણીમાં તે 8, 18 અને 0 રનની ઈનિંગ્સ રમીને માત્ર 26 રન જ બનાવી શક્યો છે.

વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે કોહલીના શૂન્યની સંખ્યા 3 થઈ ગઈ છે. આ પહેલા તે ઈંગ્લેન્ડ સામે સૌથી વધુ 3 વખત શૂન્ય પર આઉટ થયો હતો. આ સિવાય કોહલીએ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સામે બે વખત ખાતું ખોલાવ્યા વિના પરત ફરવું પડ્યું છે. ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી વનડે શ્રેણી દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. ત્યારબાદ પાર્લમાં રમાયેલી બીજી મેચમાં વિરાટ કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. જોકે, તેણે પ્રથમ અને ત્રીજી મેચમાં અનુક્રમે 51 અને 65 રનની શાનદાર અર્ધસદી ફટકારી હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *