હવામાન વિભાગની મોટી આગાહી! આવનાર 24 કલાક આ 16 જીલ્લાઓ માટે ભારે, જાણો ક્યા ક્યા જીલ્લાઓમાં છે વરસાદની આગાહી….
રાજ્યમાં હાલ વરસાદના બીજા રાઉન્ડની શરુઆત થઈ ચુકી છે, પેહલા રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ કરી હતી એવામાં હવે બીજા રાઉન્ડમાં પણ રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાય તેવી હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકની સ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 216 તાલુકામાં વરસાદ જામ્યો છે જેમાં સૌથી વધારે વાપીમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો.
એવામાં હાલ ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યના 16 જીલ્લામાં ધોધમાર વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દાવર જામનગર, દ્વારકા, કચ્છ, જુનાગઢ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ, સાબરકાંઠા, બનાસકાંઠા, મોરબી અને રાજકોટમાં મેઘરાજા આજે મન મુકીને વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષીણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં 216 તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરી હતી, એવામાં સૌથી વધારે વાપીમાં 7 ઇંચ પડતા જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું હતું, એટલું જ નહી બીજા અનેક તાલુકામાં પણ 4 ઇંચથી ૭ ઇંચ વચ્ચે વરસાદ પડ્યો હતો.
હાલ રાજ્યમાં સરેરાશ 21 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે જે સીઝનનો 64℅ વરસાદ પડી ચુક્યો છે. એવામાં હાલ વરસાદી સિસ્ટમ ફરી એક વખત સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી સાચ્ચી સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમદાવાદમાં કાલે મોડી રાત્રીથી ફરી એક વખત મેઘાએ પધરામણી કરી હતી.