તરબૂચ ખાતી વખતે ખાસ આ પાંચ બાબતોને ધ્યાનમાં લેવી, જો ધ્યાનમાં નહી લ્યો તો તરબૂચ ખાવાનો ફાયદો નહી પણ થશે….જાણો તેના ફાયદા ગેરફાયદા વિશે
ઉનાળાની ઋતુમાં સૌથી વધુ ખવાતું ફળ છે તરબૂચ. નાનાં બાળકોથી લઈને મોટા વડીલો સુધીના તમામ લોકોને તરબૂચ ખાવું ખુબ પસંદ હોય છે, એટલું જ નહી તેનો સ્વાદ પણ ખુબ સારો હોય છે. આમતો આપણે ગમે તે રીતે તરબૂચ ખાતા હોયે છીએ પણ શું તમને ખબર છે તરબૂચ ખાતી વખતે આ બાબતોને ખાસ્ય ધ્યાનમાં લેવી જોઈએ, જો તમે આ બાબતોને નજર અંદાજ કરશો તો ફાયદા નહી પણ નુકશાન થશે. તો ચાલો જાણીએ તેમાં ધ્યાનમાં રાખવાની બાબતો વિશે.
તરબૂચને લોકો મુખ્યત્વે પાણીની કમી પૂર્ણ કરવા માટે અને ઉનાળાના મુખ્ય ફળ તરીકે કરે છે, એટલું જ નહી આ ફળમાં પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, કોપર મેગ્નેશિયમ, વિટામીન એ, વિટામીન બી૧, બિ૬, સી અને ડી જેવા તમામ ગુણો સમાયેલા હોય છે, એટલા માટે આ ફળને ખુબ ગુણકારી માનવામાં આવે છે.
તરબૂચ પાચનતંત્રને મજબુત કરે છે અને આમાં રહેલ પાણી પેટની તમામ સમસ્યા દુર કરવા માટે ખુબ ઉપયોગી છે સાથોસાથ તે ત્વચાને રૂપાળી અને ઉપજાવ બનાવે છે. આ ફળમાં કેલેરી અને ફેટનું પ્રમાણ સાવ ઓછુ હોય છે આથી તે વજન ઓછો કરવા માટે પણ મહત્વનો ભાગ ભજવે છે. તેમાં રહેલ વિટામીન એ અને સી ઇમ્યુનિટી સીસ્ટમને ખુબ સારું બનાવે છે અને દવાઓ બનાવામાં પણ ખુબ ઉપયોગી રહે છે.
તરબૂચ ખાતી વખતે તમારે આ ખાસ બાબતો વિશે ધ્યાન રાખવું જોઈએ, એક દિવસમાં ફક્ત ૪૦૦ થઈ ૫૦૦ ગ્રામ તરબૂચનું સેવન જ કરવું જોઈએ જો તમે તેનું વધારે સેવન કરી લેશો તો લુઝ મોશન, ગેસ, પેટ ફૂલવાનું અને ઝાડા જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે. આ ફળ ખાધા બાદ તરત પાણી ન પીવું જોઈએ કારણ કે આ ફળમાં પેહલેથી જ એટલું પાણી અને ફ્રુક્તોઝ હોય છે જે ડાઈઝેશન સબંધી સમસ્યાઓ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે રાત્રે તરબૂચ ન ખાવું જોઈએ અને રોજ જે લોકો નશીલા પદાર્થનું સેવન કરતા હોય તેને તરબુચના સેવનથઈ બચવું જોઈએ.