આ પરિવાર માટે યમદૂત બની ગયો ટ્રક! દીકરાનો જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા પણ શું ખબર હતી કે….
મિત્રો દેશમાં હાલ અનેક એવા અકસ્માતના કિસ્સાઓ બની રહ્યા છે જેમાં આખા પરિવારને પરિવારો હોમાય જતા હોય છે, એવામાં હાલ આવો જ એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક સાથે પાંચ લોકોનું મૃત્યુ થયું હતું જેમાં એક પતિ પત્ની અને બે સંતાનો શામેલ હતા. કારમાં સવાર થઈને જઈ રહેલા 8 લોકોમાંથી 5ના મૃત્યુ થતા ભારે દોડધામ મચી ગઈ હતી. રેતી ભરેલો ટ્રક બેકાબુ થઈને કાર પર પડતા કારનો બુકડો બોલી ગયો હતો આથી અંદર સવાર લોકો ફસાય ગયા હતા.
જે પછી સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને પૂરી ઘટના અંગે જાણ કરી હતી, પોલીસે આવીને સૌ પ્રથમ પેહલા બચાવ કાર્ય હાથ ધર્યું હતું અને ઇજાગ્રસ્તોને નજીકના હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ખબર મળી કે 5 લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે જ્યારે બીજા ઈજા પામેલ લોકોની હાલત ગંભીર માનવામાં આવી રહી છે.
જણાવી દઈએ કે અકસ્માતની આ ઘટના લખનઉંના પ્રયાગરાજ માંથી સામે આવી છે જ્યાં રાયબરેલી જીલ્લાથી સાત કિમી દુર આવેલ રાયબરેલી પ્રયાગરાજ હાયવે પર આ ઘટના ઘટી હતી. આ હાયવે પર બાબા ઢાબા આવેલ છે જ્યાં રાકેશ અગ્રવાલ(ઉ.વ.45) પોતાની દીકરા રેયાંશ(ઉ.વ.6) નાં જન્મદિવસ ઉજવણી કરવા માટે તેઓના પરિવાર સાથે આ ઢાબે આવ્યા હતા. તેઓની સાથે તેમની પત્ની સોનમ(ઉ.વ.૩5), દીકરો રેયાંશ, દીકરી રાઈસા(ઉ.વ.9), તેઓનો નાનો ભાઈ રચિત અને તેની પત્ની રુચિકાની સાથો સાથ તેના બે બાળકો આદિત્ય(ઉ.વ.11) અને તાનસી(ઉ.વ.9) સવાર હતા.
એક જ કારમાં આ લોકો ઢાબા પરથી રેયાંશનો જન્મદિવસ ઉજવીને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે ભોદખર વિસ્તારમાં રેતીથી ભરેલી ટ્રક આ કાર પર પડી હતી આથી કારનો બુકડો બોલી ગયો હતો અને તેમાં આ તમામ લોકો ફસાય ચુક્યા હતા. જે પછી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. તમામને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં તબીબોએ આ આઠ ઈજાગ્રસ્ત લોકો માંથી પાંચને મૃત જાહેર કર્યા હતા, આ મૃત લોકોમાં રાકેશ, તેની પત્ની સોનમ, તેના બે સંતાનો રેયાંશ અને રાઈસા તથા ભાઈની પત્ની રુચિકાનું શામેલ હતા. રાકેશભાઈનો આખો પરિવાર આ અકસ્માતમાં હોમાય ગયો હતો જયારે રચિતભાઈએ પોતાની પત્ની ગુમાવી દેતા પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાય ગયો હતો.