સુરતમાં મહિલા છેડતી કરતા યુવક પર દુર્ગા બનીને સવાર થઈ! ચપ્પલે ચપ્પલે જાહેરમાં મજો ચખાવી દીધો…જુઓ વિડીયો

ગુજરાત રાજ્યમાં રોજના એવા યુવતીને છેડતીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં કોઈને કોઈ દીકરી ભોગ બનતી હોય છે, એવામાં ક્યારેક તો છેડતી એટલી બધી વધી જતી હોય છે કે યુવતી આત્મહત્યા કરીને જીવન ટુકાવી લેવાનું જ સારું સમજે છે. બદનામીના ડરથી મહિલાઓ કઈ પણ નથી શકતી. એવામાં હાલ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ છેડતી કરતા યુવકને સારો એવો મજો ચખાડી દીધો હતો જેથી આ યુવક બીજી વખત કોઈની છેડતી જ નહી કરે.

જણાવી દઈએ કે આ છેડતીનો બનાવ સુરત શહેરમાંથી સામે આવ્યો હતો જેમાં એક જતી મહિલાની એક રોમિયોએ છેડતી કરી હતી જે પછી આ મહિલા પર જાણે દુર્ગાનું રૂપ સવાર થયું હોય તે રીતે આ યુવકને ચપ્પલેને ચપ્પલે માર મારવા લાગી હતી જેથી આ યુવક હવે બીજી એકેય વખત કોઈ યુવતી કે મહિલાની છેડતી નહી કરી શકે.

શહેરના ગોડાદરા વિસ્તારમાંથી આ પૂરી ઘટના સામે આવી હતી જ્યાં આ વિડીયોમાં દેખાય રહેલ યુવકે યુવતીની છેડતી કરી હતી જે પછી મહિલાએ સહન કર્યા વગર યુવકને કરારો જવાબ આપ્યો હતો. આવી ઘટના બનતા રસ્તા પર પણ લોકોની ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી જેમાંથી એક વ્યક્તિએ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો.

આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે આ રોમિયાની તપાસ શરુ કરી છે, સામે આવેલ આ વિડીયોમાં જોઈ શકાય છે કે લોકોના ટોળે ટોળા વચ્ચે આ મહિલા વગર કોઈ ડરે આ છેડતી કરનાર યુવકને ચપ્પલે ચપ્પલે મેથી પાક આપી રહી છે. આ વિડીયો જોયા પછી પણ લોકોએ પણ પોતાના મંતવ્યો જણાવ્યા હતા અને કહ્યું હતું કે આ મહિલાએ જે કર્યું તે ખુબ સારું કર્યું, આવું કોઈ સાથે તો થવું જ જોવે જેથી પુરુષોને ખબર પડે કે મહિલાની છેડતી કરવાનો શું અંજામ આવે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *