ઓનલાઈન ગેમ રમતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો! 29 વર્ષીય વિવાહિત યુવતી ઓનલાઈન ગેમને લીધે જીવની ગઈ…પૂરી વાત જાણી તમે હચમચી જશો

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો દેશના યુવાનો ઓનલાઈન ગેમના રવાડે ચડી ગયા છે, હાલ તો નાના બાળકો પણ આવી ગેમના રસિયા બનતા ઘણી એવી આત્મહત્યા અને હત્યાની ઘટનાઓ બની રહી છે, ક્યારેક કોઈ બાળક પોતાના માતાપિતાના પૈસા ગેમમાં બરબાદ કરી દેતું હોય છે તો અમુક વખત ગેમને લઈને આત્મહત્યા કરીને પોતાનું જીવન ટુકાવી લેતું હોય છે.

હાલ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક 29 વર્ષીય મહિલાને ઓનલાઈન જુગારની ગેમની એવી લત લાગી કે તે તેની બધી જ મિલકતો હારી ગઈ, એટલું જ નહી તેના પર આ ગેમને લીધે ઘણું લેણું પણ થઈ ચુક્યું હતું આથી આ લેણું ભરી શકે તેવી હાલત આ મહિલાની ન હોવાથી તેણે આત્મહત્યા કરીને જીવન ટુકાવી લીધું હતું.

જણાવી દઈએ કે આ પૂરી ઘટના ચેન્નઈ માંથી સામે આવી છે જ્યાં મનાલી ન્યુ ટાઉનમાં રેહતી ભવાની નામની 29 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરીને જીવન ટુકાવી લીધું હતું. ભવાનીએ મેથ્સ સાથે B.SC નો અભ્યાસ કર્યો હતો. પણ તે અચનાક જ ઓનલાઈન ગેમના રવાડે એટલી બધી ચડી ગઈ હતી કે તેને ઓનલાઈન ગેમમાં સાડા સાત લાખ રુપીયાનુ સોનું અને ત્રણ લાખ રૂપિયા રોકડ પર દાવ રમી ગઈ હતી જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

એક સાથે આટલા બધા રૂપિયા ગુમાવતા યુવતીને દુઃખ લાગી આવ્યું હતું અને ડિપ્રેસ થઈ ચુકી હતી, ભવાની ચેન્નઈમાં એક પ્રાઇવેટ હેલ્થકેર કંપનીમાં કામ કરતી હતી, એવામાં લોકડાઉનના સમયમાં તે ઓનલાઈન જુગાર રમવાનું શરુ કર્યું હતું જેમાં તે શરુઆતમાં થોડા પૈસા જીતી હતી આથી તેને જુગાર રમવાની આદત લાગી હતી, જે પછી તેની આ જ ખરાબ આદતે તેનો જીવ લઇ લીધો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *