વિવાહિત યુવતીએ રાત્રે રડતા રડતા મોટી બહેનને ફોન કર્યો અને પછી સવારે ખબર મળી કે….જાણો આ પૂરી ઘટના વિશે
આમતો ભારત દેશમાં દહેજ લેવુંએ કાનુન અપરાધ માનવામાં આવે છે એવામાં હજી ઘણા બધા એવા ગામડા અને શહેરો છે જ્યાં આ પ્રથા હજુ પણ શરુ છે. આ દહેજની વાત કરવામાં આવે તો તેના લીધે ઘણી બધી યુવતીના મૃત્યુ થયેલ છે. ઘણી બધી ઘટનામાં જોયેલ છે કે જો ઓછુ દહેજ કે દહેજ જ ન આપવામાં આવે તો બધા લોકો વિવાહિત યુવતી પર ખુબ દબાણ કરે છે અને પરેશાન કરે છે, એવી જ એક ઘટના વિશે આજે અમે તમને જણવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે જાણશો તો તમારું હદય કંપી ઉઠશે.
આ ઘટના ઉત્તરાખંડની છે, અહી દહેજની વાતને લઈને વિવાહિત યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે. મોટા સપના લઈને આવેલ આ યુવતીના તમામ સપનાને ચુરચુર કરી કરી દેવામાં આવ્યા. હજી ફક્ત બે મહિનાથી પણ ઓછો સમય થયો હતો તેઓના લગ્નને છતાં આવી ઘટના બનવા પામી હતી. જાણવા મળ્યું છે કે આ યુવતીએ પેહલા પોતાની મોટી બેહનને ફોન કર્યો હતો જેમાં તે રડતા રડતા વાત કરી રહી હતી, ત્યાં અચાનક જ ફોન કટ થઈ ગયો અને સવારે સમચાર આવ્યા કે તે હોસ્પિટલમાં ભરતી કરેલ છે. આ સમચાર સાંભળીને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા.
આ ઘટના રાનીપોખરી શેતના ચક સીંધવાલ ગામનો છે જ્યાં આરતીના લગ્ન ભોગપુર નિવાસી પવન રાવત સાથે થયા હતા. જે બાદ પરિવારજનોનું કેહવું છે કે આરતીને ઓછુ દહેજ આપ્યું હોવાને લીધે તેના સાસરીયે પક્ષે તેને ખુબ હેરાન કરવામાં આવતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે પતી પવન રાવત અને તેના માતા પિતાને વિરુધ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. પવન વિશે એવું પણ જાણવામાં આવ્યું હતું કે પવનના બીજી મહિલા સાથે શારીરિક સબંધ પણ હતા.
શિનવારની રાત્રે આરતીએ પોતાની મોટી બહેન પૂજાને ફોન કર્યો હતો જેમાં તે રડતા રડતા વાત કરી રહી હતી અને અચાનક જ તેનો ફોન કટ થઈ ગયો જે પછી તેના સાસરે કોઈ પ્રકારનો સંપર્ક થયો ન હતો. આ પછી રવિવારે સવારમાં આરતીનો પતી પવન રાવત આરતીના ઘરે આવ્યો અને બાથરૂમમાં લપસી ગઈ હોવાથી તેને ઈજા થઈ છે અને તેને હિમાલયન હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે, આવી જાણકારી આપી હતી.
જે પછી આરતીના પરિવારજનો તરત જ તે હોસ્પિટલે દોડી ગયા હતા ત્યારે ડોકટરે જણાવ્યું કે આરતીનું મૌતતો દસ કલાક પેહલા જ થઈ ગયું હતું જે પછી પવને પોતાનું બયાન બદલીને કહ્યું કે આરતીએ ઝેરી પદાર્થનું સેવન કરી લીધું હતું જેથી તેનું મૃત્યુ થયું છે. આ ઘટનાને પગલે પોલીસે પતી પવન, દેવર નીતિન, સાસુ રાજેશ્વરી દેવી અને ચંદ્રશેખર રાવત સામે ગુણો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા હાલતો આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને બોડીના પોસ્ટમોર્ટમના રીપોર્ટની પોલીસ રાહ જોઈ રહી છે, જે આવ્યા પછી જ વાસ્તવિકતાની જાણ થશે.