એક પ્રેમ કથાનો દુખદ અંત! પોતાના પરિવારના વિરુધમાં જઇને કર્યા હતા પ્રેમ લગ્ન પણ…જાણો આ દુખદ ઘટના વિશે
મિત્રો આપણે અવારનવાર એવી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ પોતાના પ્રેમને પામવા માટે ઘણી હદને પાર કરી જાય છે એટલું જ નહી ઘણા લોકો એવા પણ હોય છે કે જે પરિવારના વિરુધમાં જઇને પણ લગ્ન કરી લેતા હોય છે. આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણવા જઈ રહ્યા છીએ જેમાં એક પ્રેમ કથાનો ખુબ ખરાબ અંત આવે છે.
આ ઘટના પાલી જીલ્લાની છે જ્યાં એક ગર્ભવતી યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ડોકટરોનું કેહવું છે કે આ યુવતીના પેટમાં જે બાળક હતું તેનું મૌત થઈ ચુક્યું હતું આથી તે બાળકનું ઇન્ફેકશન યુવતીના શરીરમાં ફેલાય ગયું અને યુવતીનું મૃત્યુ થયું. જ્યારે પિયર પક્ષનો આરોપ છે કે છોકરાવાળાએ દોઢ લાખ રૂપિયાની માંગ કરી હતી જે ન આપ્યા તો તેણે યુવતીની સારવારમાં બેદરકારી કરી.
આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ છોકરાવાળા વિરુધ ગુણો દાખલ કર્યો હતો અને બોળીને પોસ્ટમોર્ટમ માટે મેકલી દેવામાં આવી હતી. આ પૂરી ઘટનાની જાણ યુવતીના પિતાએ આપી હતી. તેણે રીપોર્ટમાં જણાવ્યું હતું કે બાલીનો રેહવાસી નીતિન સૈનએ તેની દીકરીને ભગાડીને લગ્ન કર્યા હતા, એટલું જ નહી દીકરીના ડિલીવરી સમયે પતી નીતિન અને જેઠ જેઠાની દાવર દહેજ માટે તેને ખુબ પરેશાન કરવામાં આવતી હતી અને તેના માટે થઈને મારપીટ પણ કરતા હતા.
પોલીસ દ્વારા જાણવા મળ્યું છે કે નીતિન દ્વારા થોડા મહિના પેહલા દોઢ લાખ રૂપિયાની ડીમાંડ કરી હતી પણ પિયર વાળાએ ન આપ્યા તો પતી નીતિને અને તેના પરિવારજનોએ સારવારમાં બેદરકારી કરી અને આવી બેદરકારીથી બાળકનું પેટ અને પેટમાં જ મૃત્યુ થઈ ગયું જેથી તે બાળકનું ઇન્ફેકશન યુવતીના શરીરમાં ફેલાયું અને તેનું મૃત્યુ થયું. પોલીસે આ મૃતદેહને પોસ્ટમોર્ટમ કરીને પરિવાર જનોને સોપ્યું હતું.