નસીબ હોય તો આવા! જે મહિલાએ કોઈ દિવસ હીરો જોયો પણ ન હતો તેને જ મળ્યો હીરો…કિંમત જાણી તમે હોશ ખોય બેઠશો

મિત્રો કેહવામાં આવે છે કે ‘ભગવાન કે યહાં ઢેર હૈ અંધેર નહી’ આ કેહવત સાચ્ચી સાબિત થઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હાલ આ કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ગરીબ મહિલાનું પલભરમાં જીવન બદલાય ગયું હતું. આ મહિલા ખુબ જ ગરીબ અને તેનો પરિવાર ખુબ ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા, એવામાં ઘરે ચૂલો સળગાવાનો હોવાને લીધે જયારે મહિલા જંગલમાં લાકડા વીણવા ગઈ ત્યારે તેને કાચ જેવી એક વસ્તુ મળી આવી હતી.

આ મહિલાએ કાચ જેવી વસ્તુને પોતાના પતિને બતાવી જે પછી પતિએ જાણવા માટે હીરા ઓફીસમાં બ્તાવ્યામાં આવ્યો હતો જ્યાં ખબર પડી કે આ એક હીરો છે અને તેની કિંમત લાખો રૂપિયામાં છે. આ ખબર પડતાની સાથે જ અ મહિલા અને તેના પરિવારજનોનું રાતો રાત જાણે જીવન સુધરી ગયું હોય તેવી સ્થિતિ બની હતી.

જણાવી દઈએ કે આ કિસ્સો મધ્યપ્રદેશના રત્નગર્ભા નગરીના પુરષોત્તમ ગામમાં રેહતી ગેંદા બાઈ(ઉ.વ.50) નું નસીબ ખુલ્યું હતું. ગેંદા બાઈ જંગલમાં લાકડી વીણવા માટે ગઈ હતી એવામાં તેને એક કાચ જેવો નાનો એવો ટુકડો મળ્યો હતો, આ મહિલાએ જીવનમાં ક્યારેય હીરો જોયો જ નહતો આથી તેણે આ હીરાને પતિને બતાવ્યો હતો જે પછી પતિ પત્નીએ હીરા ઓફિસે જઈને તપાસ કરાવી હતી જેમાં જાણ થઈ હતી કે આ એક હીરો છે.

આ હીરો 4.39 કેરેટ વજન વાળો હીરો હતો, હીરા ઓફિસમાં આ હીરો બતાવતા હીરાની કિંમત અંદાજે 15-20 લાખ રૂપિયા માનવામાં આવી રહી છે. આની કિંમત જાણ્યા બાદ ગેંદી બાઈ ખુશખુશાલ થઈ ચુક્યા હતા કારણ કે તેઓ ખુબ ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા એવામાં આ હીરો મળતા તેઓનું જાણે જીવન જ બદલાય ગયું હતું. ગેંદીબાઈને 8 સંતાનો છે જેમાં 6 દીકરા છે અને 2 દીકરીઓ.

એવામાં હવે હીરા ઓફીસ દ્વારા જાણ કરવામાં આવી છે કે આ હીરાને હવે હરાજીમાં મુકવામાં આવશે અને જેમાંથી જે કિંમત મળશે તેમાંથી ટેક્સ અને રોયલ્ટી કાપીને ગેંદીબાઈને તેના રૂપિયા આપવામાં આવશે. હાલ એવી સંભાવના છે કે ગેંદી બાઈને ખુબ મોટી રકમ પ્રાપ્ત થઈ શકે છે. કિસ્મત પલટાય જતા આ મહિલાએ કહ્યું હતું કે તે હવે તેની બંને દીકરીના ખુબ ધામધૂમથી લગ્ન કરાવશે. તેઓની એક દીકરી 20 વર્ષીય છે તો બીજી દીકરી 15 વર્ષની છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *