યુક્રેન પર રશિયાની લટકતી તલવાર! રશિયાએ યુક્રેન પર યુદ્ધની ઘોષણા કર્યા બાદ બજારોમાં આવી…..જાણો આ પૂરી વાત વિશે
મિત્રો હાલ આપ સૌ કોઈના કોઈ માધ્યમો દ્વારા યુદ્ધ વિશે ની માહિતી પ્રાપ્ત કરી જ હશે. તમને જણાવી દઈએ કે આ યુદ્ધને કરને વિશ્વના દરેકનો દેશોને મોટો ફટકાર પડવાનો છે, જેની અસર અત્યારે જ દેખવાની શરુ થઈ ગઈ છે. રશિયાએ ફક્ત યુદ્ધની ઘોષણા કરી ત્યાં યુરોપ, અમેરિકા જેવા મહા રાષ્ટ્રોના બજારોમાં ગિરાવટ જોવા મળી છે.
તમને જણાવી દઈએ કે ઘરેલું શેર બજારમાં પ્રમુખ બેચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ખુબ ઘટાડો થયો છે આથી રોકાણકારોના ૯ લાખ કરોડ રૂપિયા ધોવાય ગયા છે, હાલના સમયમાં શેરબજારમાં સૌ કોઈના જીવ ઉચ્ચે ચડેલ છે કારણ કે ફક્ત યુદ્ધની ઘોષણામાં આટલું બધું નુકશાન થયું તો યુદ્ધ થશે તો શું થશે, આ વાતને લઈને સૌ કોઈ ચિંતામાં છે.
જો તમે નવા શેરોમાં પૈસા રોકવા જતા હોય તો અટકી જજો કારણ કે આવા શેરના ભાવ ક્યારે ગબડી જશે કોઈ નથી જાણતું એટલા માટે કોઈ પણ હાલના સમયે કોઈ નવા રોકાણ કરવા નહી તેમાં જ ફાયદો રેશે. તમે ટેલીવીઝન કે કોઈ માધ્યમો દ્વારા જાણ્યું જ હશે કે રશિયા યુદ્ધ કરવા માટે તૈયાર બેઠી છે.
રશિયા દ્વારા યુક્રેનની સરહદ પર રશિયન સૈનિકોની નાકાબંધી પણ કરવામાં આવી છે અને યુદ્ધ અભ્યાસ પણ શરુ કરી દીધો છે. આ વાતને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન જણાવે છે કે જો આ યુદ્ધ થશે તો પૂરી દુનિયા રશિયા પર વિનાશની જવાબદારી ઠેલવશે. જો આવું થયું તો અમેરિકા અને તેના મિત્ર દેશો એકસાથે રહીને આ યુદ્ધના ભાગીદાર બનશે.