વડોદરા: યુવતીએ ગળાફાંસો ખાયને જીવન ટુકાવી લીધું! આત્મહત્યા પાછળનું એવું કારણ સામે આવ્યું કે જાણીને તમે ચોકી જશો….
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આત્મહત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ. આમ તો વર્તમાન સમયમાં પ્રેમપ્રકરણની બાબતને લઈને જ વધારે આત્મહત્યા અને હત્યાના કિસ્સાઓ બની રહ્યા છે. એવામાં વડોદરા શહેરમાંથી આવો જ એક આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવતીએ ગળાફાંસો ખાયને જીવન ટુકાવી લીધું હતું.
જણાવી દઈએ કે વડોદરાના કરજણ તાલુકામાં આવેલ મિયા ગામની આ ઘટના છે જ્યાં પ્રેમપ્રકરણને લીધે આ યુવતીએ મૌતને વ્હાલું કર્યું હતું. પ્રેમિકાએ આત્મહત્યા કરી લેતા પ્રેમી દોડતો થયો હતો, એટલું જ નહી વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં આખી વાતનો ખુલાસો થયો હતો.
પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે મિયા ગામમાં આવેલ વડગામમાં કલ્પેશ બુધાભાઈ મોરી નામનો યુવક અહી રેહતો હતો, એવામાં કલ્પેશભાઈને મનીષા નાયક નામની યુવતી સાથે પ્રેમ સબંધ ચાલી રહ્યો હતો, બંને વચ્ચે નીકટતા એટલી બધી વધારે હતી કે કલ્પેશ વારંવાર મનીષાના ઘરે પણ જતો હતો, એવામાં મનીષાનો જન્મદિવસ હતો આથી મનીષાએ કલ્પેશ પાસે ફોટો પાડવા માટે ફોન માંગ્યો હતો.
જયારે મનીષા પ્રેમી કલ્પેશના ફોનમાં ફોટો પાડી રહી હતી ત્યારે તેના ફોનમાં એક યુવતીનો ફોન આવ્યો હતો જે પછી મનીષાએ ફોનને સ્પીકર પર રાખીને વાત કરી હતી અને પૂછ્યું હતું કે તું કેમ કલ્પેશને ફોન કરી રહી છો? એવામાં તે યુવતીએ ફોન કટ કરી દીધો હતો. જે પછી મનીષા અને કલ્પેશ વચ્ચે ઝગડો થયો હતો અને ઝગડાને ઝગડામાં જ તે કલ્પેશે લાફો મારી દીધો હતો અને કહ્યું હતું કે મારે તારાથી છુટું થઈ જવું છે.
આ વાતનો જવાબ આપતા મનીષાએ જણાવ્યું હતું કે તું મારાથી અલગ થવા માંગતો હોતો થઈ શકે છો પણ સાથો સાથ એવું પણ કહ્યું હતું કે તું હવે મને કોણ રાખશે? તો કલ્પેશે કહ્યું હતું કે જો તને કોઈ ન રાખે તો તું મરી જજે. આ વાતનું મનીષાને ખોટું લાગી ગયું હતું આથી તેને ઓરડીમાં ગળાફાંસો ખાય લીધો હતો, જે પછી તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેને દમ તોડી દીધું હતું. હવે આ ઘટનાને પગલે પોલીસ આગળ વધુ તપાસ હાથ ધરી છે.