મિત્રોની ખીજવણીથી કંટાળીને યુવકે કરી આત્મહત્યા! સુસાઇડ નોટમાં જણાવ્યું કે મારા મિત્રો….જાણો આ પુરી ઘટના વિષે
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તક ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહીં પણ આખા દેશમાં આત્મહત્યાના અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના વિષે જાણીને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ, એવામાં હાલ ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં યુવકે માનસિક ત્રાસ વધી જતા જીવન ટૂંકાવી લીધું હતું.
મુખ્ય વાત તો એ છે કે આ યુવકે આત્મહત્યા કરતા પેહલા એક સુસાઇડ નોટ પણ લખ્યો હતો જેમાં તેની આત્મહત્યા કરવા પાછળ કયો વ્યક્તિ જવાબદાર છે તેના વિષે પણ જણાવ્યું હતું. યુવકના મિત્રો દ્વારા તેની સર જાહેરમાં વારંવાર ખીલ્લી ઉડવામાં આવતી હતી, આ વાતથી યુવક છેલ્લા બે માસથી પરેશાન રેહતો હતો, એવામાં આવી વાતથી કંટાળીને યુવકે આત્મહત્યા કરવાનું જ સહી સમજ્યું.
જણાવી દઈએ કે આ પુરી ઘટના ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આવેલ હૈબતપૂરની છે જ્યાં શાહિદ નામના યુવકે જમીને ગળાફાંસો ખાયને જીવન ટૂંકાવી લીધું હતું. જે પછી પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તપાસમાં પોલીસને શાહિદના ખીચા માંથી એક સુસાઇડ નોટ મળી આવ્યો હતો જેમાં આત્મહત્યાનું કારણ જણાવામાં આવ્યું હતું. મૃતક શાહિદે જણાવ્યું હતું કે તેના મિત્રો દ્વારા વારંવાર તેને ખિજવામાં આવે છે આથી હું આત્મહત્યા કરી રહ્યો છું. આ મામલે પરિવારજનોએ મૃતકના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને તપાસ હાથ ધરી હતી.