ગોંડલ: ‘સપના તો ઘણા હતા પણ કદાચ મેહનત ઓછી પડી’! યુવકે અઢી પાનામાં દુઃખ જણાવી જીવન ટુકાવી લીધું…આત્મહત્યાનું કારણ જાણી તમે ભાવુક
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયનો આંકડો લેવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અનેક એવી આત્મહત્યાની ઘટના સામે આવી રહી છે જેમાં કોઈ યુવક આર્થિક તંગીને લીધે તો ક્યારેક માનસિક રીતે ડિપ્રેસ થઈને આત્મહત્યા કરીને જીવન ટુકાવી લેતો હોય છે. આવો જ એક બનાવ ગોંડલ માંથી સામે આવ્યો છે જેમાં એક યુવાને કંટાળીને મૌતને વ્હાલું કરી લીધું છે.
ગોંડલના કરમકોટડા ગામ માંથી આત્મહત્યાની આ ઘટના સામે આવી છે જ્યાં જયેશભાઈ જીવરાજભાઈ સરવૈયા નામના યુવાને જીવનથી કંટાળીને આત્મહત્યા કરીને મૌતને વ્હાલું કર્યું હતું. આત્મહત્યા કરતા પેહલા જયેશભાઈએ એક અઢી પાનાની સુસાઈડ નોટ લખી હતી જેમાં તેઓએ તેની આપવીતી જણાવી હતી અને માતા પિતા અને ભાઈની માફી પણ માંગી હતી.
જણાવી દઈએ કે જયેશભાઈ વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હતા પણ તેઓ વારંવાર તેમાં નિષ્ફળ થતા તેઓ ખુબ ડિપ્રેસ થઈ ચુક્યા હતા આથી તેણે અંતે ગળાફાંસો ખાયને જીવન ટુકાવી લીધું હતું. તેઓએ સુસાઈડ નોટમાં પણ આપવીતી જણાવતા કહ્યું હતું કે તેઓએ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી જ્યારે બીજી અનેક પરીક્ષાઓનાં કોઈ તારીખ આવતી નથી આથી તેઓ જીવન ટુકાવા જેવું પગલું ભરી રહ્યા છે.
સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે ‘મારામાં એટલી હેસિયત છે કે હું ક્લાસ ૩ની પરીક્ષા પાસ કરી શકું છું. પણ અત્યારે ડીમોટીવેટ ફિલ કરું ચુ. કારણ કે એકઝામના કોઈ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી, હવે હું મેન્ટલ થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવું કઈ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પાછળ મેહનત પણ કરી. મહેનત ઓછી પડી કદાચ.’ પરિવારજનોમાં હાલ દીકરાના મૃત્યુને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક જયેશભાઈએ પોતાનું દુઃખ જણાવતા સુસાઈડ નોટમાં લખ્યું હતું કે ‘મારા ખાતામાં જે રૂપિયા છે તે બહેનના લગ્નમાં વાપરી નાખો. એ વાતની ખુશી પણ છે કે બે વર્ષ એપ્રેન્ટિસ કરીને ઘરમાં થોડી મદદ કરી શકો, આઇએમ સોરી પપ્પા, મમ્મી,બહેન, ભાઈ.’ આવું લખ્યા બાદ મૃતકે પોતાની બે અંતિમ ઈચ્છા પણ જણાવી હતી જેમાં તેણે કહ્યું કે તેના અંગોનું દાન કરવામાં આવે અને તેના અંતિમસંસ્કાર પાછળ કોઈ પ્રકારે ખર્ચો ન કરવામાં આવે.