જામનગર :’ધવલ તો મારો જીવ છે, એના વગર બધું નકામું’! યુવકને મિત્રનો વિરહ સહન ન થયો તો જીવન ટુકાવ્યું… સુસાઇડનોટ વાંચીને તમે ભાવુક થશો
આમ તો તમે મિત્રતાના અનેક એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં મિત્રતાની સાચ્ચી ઓળખ થતી હોય છે, એવામાં હાલ એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં એક યુવકે પોતાના મિત્રના વિરહમાં આત્મહત્યા કરીને જીવન ટુકાવી લીધું છે. જીવન ટુકાવતા પેહલા યુવકે બે પાનાંની સુસાઈડ નોટ પણ લખી હતી જેમાં તેને માતા પિતાની માફી માંગી હતી અને પોતાના મિત્રને યાદ કર્યો હતો.
જામનગરના ચાંપાબેરાજ ગામમાંથી આ ઘટના સામે આવી હતી, જ્યાં રેહતા મોહિત જગદીશભાઈ ભટ્ટ(ઉ.વ.૨૩) નામના યુવકે આત્મહત્યા કરીને જીવન ટુકાવી લીધું હતું. મોહિતભાઈએ પોતાના ઘરમાં પંખાના હુકમાં ચાદર બાંધીને ગળાફાંસો ખાયને જીવન ટુકાવી લીધું હતું, આ પૂરી ઘટના અંગે મૃતક મોહિત જગદીશભાઈના મોટા ભાઈ યજ્ઞેશ જગદીશભાઈએ જણાવ્યું હતું.
આ ઘટના અંગેની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને સુસાઈડ નોટ મળી આવ્યો હતો જેમાં યુવકે ખુબ મોટા ખુલાસા કર્યા હતા. મૃતકનો મિત્ર સિક્કામાં રેહતા ધવલ જયેશભાઈ રાવલને કોઈ કામ ન મળતા તેઓએ 7 તારીખને રોજ આત્મહત્યા કરી લીધી હતી જે પછી મોહિતભાઈ મિત્રનું મૃત્યુ થતા ભારે ગુમસુમ રેહવા લાગ્યા હતા આથી તેઓએ પોતાનું જીવન ટુકાવાનું જ સારું સમજ્યું હતું.
મૃતક મોહિતભાઈએ સુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે,’ધવલની મૌતની અંતિમ વિધિ થાય તે માટે આટલા દિવસ સુધી જીવતો રહ્યો હતો. મહાદેવ મામા તમને બધાને મુકીને જાવ છું. હવે મારાથી રેહવાતું નથી, મારા જીગરી, કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. મારા મમ્મીનું ધ્યાન રાખજો બસ.” મોહિતે આગળ જણાવ્યું હતું કે તેના પિતાએ જ એક વાત શીખવી હતી ક્યારેય કોઈનો સાથ છોડવો નહી આથી ધવલ તો તેનો જીવ અને જીગર જાન હતો તો તે તેના વગર કેમ જીવી શકે.